Old Age Pension Assistance Scheme: કેન્દ્ર સરકાર દ્વારા “ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના” હેઠળ વૃદ્ધોને માસિક 1250 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના ગરીબ વૃદ્ધોને આર્થિક સહારો આપી તેમની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરે છે.
યોજના હેઠળ મળતા લાભો | Old Age Pension Assistance Scheme
આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ મેળવી શકશે. 0 થી 20 ના સ્કોર સાથે ગરીબી રેખા (BPL) ની યાદીમાં નોંધાયેલા પરિવારના સભ્યોને પણ આ યોજનાનો લાભ મળશે.60 થી 79 વર્ષની વયના લાભાર્થીઓને માસિક ₹1000 અને 80 કે તેથી વધુ વયના લાભાર્થીઓને ₹1250 સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય સરકાર દ્વારા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થીના મૃત્યુ પર અથવા લાભાર્થીનું નામ ગરીબી રેખા (BPL) ની યાદીમાંથી દૂર થાય તો લાભ બંધ થશે.
વૃદ્ધાવસ્થા પેન્શન સહાય યોજનાના જરૂરી દસ્તાવેજો:
યોજનાનો લાભ લેવા માટે, અરજદારે ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટર દ્વારા જારી કરાયેલ ઉંમરનું પ્રમાણપત્ર, ગરીબી રેખાની યાદીમાં નામ હોવા અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
અરજી કેવી રીતે કરવી?
અરજી ફોર્મ જિલ્લા કલેક્ટર કાર્યાલય, મામલતદાર કાર્યાલય અથવા ગ્રામ પંચાયત (ઓનલાઈન અરજી) માંથી મેળવી શકાય છે. ફોર્મ ભર્યા બાદ, સંબંધિત જિલ્લા અથવા તાલુકા જન સેવા કેન્દ્ર અથવા મામલતદાર કાર્યાલય અથવા ગ્રામ પંચાયતમાં ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનાનો અમલ મામલતદાર કાર્યાલય દ્વારા કરવામાં આવશે.વધુ માહિતી અને ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો અથવા સંબંધિત કચેરીનો સંપર્ક કરો.
“ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના” એ વૃદ્ધો માટે એક આશીર્વાદરૂપ યોજના છે. આ યોજના દ્વારા સરકાર વૃદ્ધોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાની સાથે સાથે તેમના જીવનને સન્માનપૂર્વક જીવવાની તક પણ આપે છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ આ યોજનાના લાભ માટે પાત્ર હોય, તો આજે જ અરજી કરો અને આ યોજનાનો લાભ લો.