Protect crops From animals : નમસ્કાર મિત્રો ! માત્ર ₹10 ના નજીવા ખર્ચમાં તમારા ખેતરમાં ભેલાણ કરતાં રોઝને દૂર ભગાડવાનો સરળ દેશી આઇડિયા આજે ખેડૂત મિત્રો માટે અગત્યનો અને માહિતીસભર આર્ટીકલ રજૂ કરી રહ્યો છું. ખેડૂત ભાઈઓ ખૂબ મહેનત કરી અને ખર્ચ કરીને તેમના ખેતરમાં સારી રીતે પાકને તૈયાર કરે છે. પરંતુ ખેતરમાં જંગલી પશુઓ દ્વારા થતું ભેલાણ પાકનો નાશ કરી નુકસાન પહોચાડે છે. તે ખેડૂત માટે ખૂબ દુખદાયક બને છે. ખૂબ જ સારી રીતે ખેતી કરવામાં આવી હોય અને ખેતરમાં ખૂબ સારો પાક તૈયાર થયો હોય પરંતુ વગડાનાં રખડતા રેડિયાળ પશુઓ દ્વારા થતાં પાકને ખેદાન મેદાન કરી નાખવામાં આવે છે ત્યારે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે.
આજકાલ ગોચર અને વગડો સીમ ઓછી થતાં રોઝ જેવાં જંગલી પ્રાણીઓ લોકોના ખેતર સુધી પહોંચીને તેમના પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ત્યારે ઘણા ખેડૂતો દ્વારા તેને ભગાડવા માટે કાંટાળી તારની વાડનો મોટો ખર્ચ કરી રહ્યા છે. અથવા તો ઘણી વખત ખેડૂતો દ્વારા ફોરેટ જેવી ઝેરી દવાઓનો શેઢાપાળા ઉપર છંટકાવ કરવામાં પણ આવી રહ્યો છે. કેટલાક ખેડૂત મિત્રો કંટાળીને વીજળીના જીવંત તાર ખેતરની આજુબાજુ લગાવતા હોય છે. અને તેનાથી થતા નુકસાનના સમાચાર પણ આપણને મીડિયા દ્વારા મળતા હોય છે.
Protect crops From animals
ખરેખર ખેડૂત મિત્રોએ વિદ્યુત તારને ક્યારે ખેતરના શેઢાપાળા પર લગાવવા જોઈએ નહીં. તે નુકસાન કારક અને બિન અધિકૃત છે. તેમણે મૂંગા પ્રાણીઓનેખેતરથી દૂર ભગાડવા માટે ઝેરી દવાઓનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. પરંતુ પ્રાણીઓને પણ નુકસાન ના થાય અને તે તમારા ખેતર થી દૂર રહે તેવા નિર્દોષ ફોર્મુલા અપનાવવા જોઈએ.
આજના આ આર્ટિકલમાં હું આપને તમારા ખેતરના પાક થી રક્ષણ મેળવવા માટે રોઝને દૂર રાખવાનો એક સરળ સફળ અને નિર્દોષ ફોર્મુલા બતાવવા જઈ રહ્યો છું. કેટલાક ખેડૂત મિત્રો દ્વારા આ નિર્દોષ ફોર્મુલા અપનાવીને તેમણે તેમના ખેતરથી રોઝને દૂર રાખી શક્યા છે.તેમણે અપનાવેલા દેશી જુગાડની આ પધ્ધતિ આપના સુધી રજૂ કરું છુ. તેમાં એમને સફળતા પણ મળી છે.
તો મિત્રો હું આપને પણ લોકોએ અપનાવેલ આ નિર્દોષ આઈડિયા વિશે આપને જણાવવા જઈ રહ્યો છું. રોઝને તમારા ખેતરના પાકથી દૂર રાખવા માટે માત્ર ₹10 ના સામાન્ય ખર્ચ દ્વારા તમે પણ રોઝ જેવા જંગલી પ્રાણીઓથી આપના ખેતીના પાકને બચાવી શકશો. અને તમારા ખેતરના પાકથી દૂર રાખી શકશો. તો આવો આજે આપણે પણ ખેડૂતોએ અપનાવેલો આઈડિયા આપણે પણ અપનાવીએ.
Read More: આયુષ્માન સહકાર યોજના, અહીંથી ઓનલાઈન અરજી કરો, જાણો તેના ફાયદા અને ઉદ્દેશ્યો
આપના ખેતરના પાકથી રોઝને દૂર રાખવા માટે તમારે માત્ર 10 રૂપિયાનો નજીવો ખર્ચ થશે. તે માટે તમારે સડી ગયેલાં બે ઈંડા લેવાના છે. અને આ ઈંડાને 15 લીટર પાણી લઈ એક ડોલમાં બરાબર મિક્સ કરી દેવાના છે. હવે ખેડૂત મિત્રો આ મિશ્રણને વધુ અસરકારક બનાવવા માટે પાંચ સાત દિવસ સુધી પડ્યું રાખવાનું છે. પાંચ સાત દિવસ સુધી આ મિશ્રણ પડ્યું રહેવાથી વધારે ગંધ વાળું બનશે આ ગંધ રોઝને બિલકુલ પસંદ આવતી નથી.
હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારા પાકની પાસે અને રોજને તમારા ખેતર થી દૂર રાખશે મિત્રો આ મિશ્રણ તમારે પાક પર છંટકાવ કરવાનું નથી કે બીજી કોઈ ફોર્મુલા નો ફરતે શેઢા અથવા પાકની બોર્ડર પર એક રેખા રૂપે રેડવાનું છે. તેની ગંધ માત્રથી રોઝ તમારા ખેતરની આજુબાજુ ફરકશે પણ નહી. તમારે આ મિશ્રણને તમારા પાક ઉપર છાંટવાનું નથી.
મિત્રો,વિવિધ માધ્યમો દ્વારા અમોને મળતી માહિતી આપના માટે અમે અહી શેર કરી છે. અમે અહી અપનાવેલી પાક સંરક્ષણ માટેના વિવિધ આઇડિયા સત્ય હોવાની ખરાઈ કરતા નથી. માત્ર આપની જાણ અને સામાન્ય જ્ઞાન માટે રજૂ કરેલ છે. આવા વિવિધ આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો આપનો ખૂબખૂબ આભાર !
Read More: હવે આ ઉંમર સુધીના બાળકો માટે જરૂરી છે આ કાર્ડ, જાણો કેવી રીતે બનાવી શકાય